મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમિકાનો પીછો કરનારા શખ્સને ટપારતા યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે હુમલાખોર જેલ હવાલે


SHARE













મોરબીમાં પ્રેમિકાનો પીછો કરનારા શખ્સને ટપારતા યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે આરોપીની ધરપકડ

મોરબીમાં પ્રેમિકાનો પીછો કરતા શખ્સને યુવાને ટપાર્યો હતો જેથી કરીને સિપાઈવાસ વિસ્તારમાં રાત્રિના સમયે યુવાન ઉપર બે ઇસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતોજેની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં શેરી નંબર-2 માં રહેતા રેહાન આરીફભાઇ અજમેરી (18) નામના યુવાન ઉપર સિપાઈવાસ વિસ્તારમાં આવેલ ખોજા ચપ્પલ વાળાની દુકાન પાસે ગત તા. 27 ના રાત્રીના 9:00 વાગ્યાના અરસામાં બે શખ્સો દ્વારા બોલાચાલી ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે એક શખ્સે રેહાન અજમેરીને પેટના ભાગે છરી મારીને ઇજા કરી હતી જેથી તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા. અને ત્યાર બાદ રેહાન આરીફભાઈ અજમેરીએ મહેમુદ અબ્દુલ ઘાંચી રહે. મકરાણી વાસ તેમજ ધવલ રાવલ રહે. ભવાની ચોક સામે ફરિયાદ નોંધાવી હતી

જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, પોતે આરઝુ નામની છોકરીની સાથે પ્રેમ સંબંધમાં હતો અને આરોપી મહેમુદ આરઝુનો પીછો કરતો હોય તેને આરઝુનો પીછો કરવાની ના પાડી હતી જે બાબતનો રોષ રાખીને આરોપીઓએ મોરબીના સિપાઇવાસ વિસ્તારમાં ખોજા ચપ્પલ વાળાની દુકાન પાસે ફરિયાદી બેઠો હતો ત્યારે ત્યાં જઈને બોલાચાલી કરી હતી અને ત્યારે ધવલે ફરિયાદીને  પેટના ભાગે છરી મારી હતી જે ગુનામાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ. કરકર અને તેની ટીમે આરોપી મહેમુદ અબ્દુલ ખરગિયા જાતે ઘાંચી (20) રહે. મકરાણીવાસ મોરબી તેમજ ધવલ રાજુભાઇ રાવલ જાતે બ્રહ્મણ રહે. બુઢાબાવા શેરી ભવાની ચોક મોરબી વાળાની ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા શાંતાબેન ગાંડુભાઇ વાઘેલા નામના ૭૦ વર્ષીય વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બાબતે સીટી બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે શાંતાબેન વાઘેલા બાઈકના પાછળના ભાગે બેસીને નવલખી ફાટક ઓવરબ્રિજ નજીક આવેલ સીએનજીના પંપ પાસેના સર્વિસ રોડ ઉપરથી જતા હતા.ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં તેઓને ઇજાઓ થવાથી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.જે બાબતે નોંધ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી હતી.

એકટીવા સ્લીપ થતા ઇજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા નરેશભાઈ ધનજીભાઈ મકવાણા નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત થયેલ નરેશભાઈ એકટીવા લઈને દુકાનેથી ઘર બાજુ જતા હતા.ત્યારે જવાહર સોસાયટીમાં આવેલ શક્તિ કિરાના સ્ટોર નજીક તેમનું એકટીવા સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.સ્ટાફના હિતેશભાઈ મકવાણા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.








Latest News