મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી


SHARE









મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોરબી-કંડલા બાયપાસ ધુતારી નજીકથી બે સગીરાઓના થોડા સમય પહેલા અપહરણ થયા હતા.જે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી.અને જેની તપાસ દરમિયાન પીઆઇ જે.ડી.સરવૈયા તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.અને તપાસ દરમિયાન આ ગુનામાં સગીરાઓને શોધી કાઢીને તેઓનું અપહરણ કરવા સબબ વેરસી ઉર્ફે વિશાલ જીતેશભાઇ દેગામા કોળી (૧૯) ધંધો મજૂરીકામ રહે.મોરબી મકનસર વાદીપરા શેરી નંબર-૩ ની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે તેની સાથે મકનસર ગામનો જ અન્ય એક કાયદાના સંદર્ભમાં આવેલ બાળકિશોર પણ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ હોય તેને રાજકોટ બાલ સુધારણા ગૃહ ખાતે મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

શનાળાનો યુવાન સારવારમાં

મોરબી નજીકના શનાળા ગામે શક્તિ માતાના મંદિર પાસે ચાલતા ચાલતા પડી ગયેલા લાલુભાઈ જેઠાભાઈ નીનામા રહે.શનાળા નામના ૪૦ વર્ષના યુવાનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા પરિવારની પૂજાબેન સુરેશભાઈ મકવાણા નામની ૧૭ વર્ષની યુવતીને સાપ કરડી ગયેલ હોય તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માત

મોરબીના મકનસર ગામે આવેલ ખોડીયાર માતાના મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અકબરભાઇ હુસેનભાઇ શાહમદાર (૬૭) રહે.વાંકાનેરને ઈજાઓ થયેલ હોય તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ નજીક આવેલ વેલમાઈકા લેમીનેટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે રહીને ત્યાં જ કામ કરતા રામકુંવર ઉગારામ નામના ૧૮ વર્ષના મજૂર યુવાનને કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

જેતપર રોડ અકસ્માત

મોરબીના ઘુંટુ ગામે આવેલ ગ્રીનલેન્ડ સોસાયટી ખાતે રહેતા ઘનશ્યામભાઈ સીતારામભાઈ યાદવ નામનો ૨૫ વર્ષનો યુવાન બાઈક લઈને પીપળીથી બેલા ગામ તરફ જતો હતો ત્યાં કાચા રસ્તામાં વાહન અકસ્માત સર્જાયો હતો.જે બનાવમાં તેને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેનેે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવે છે.બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ.ગરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News