મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રાતીદેવરી પાસે નદીના પુલ ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરનાર શખ્સને દબોચ્યો


SHARE

વાંકાનેર નજીક રાતીદેવરી પાસે નદીના પુલ ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરનાર શખ્સને દબોચ્યો

વાંકાનેર તાલુકાનાં પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ બાઈકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા જે વિડીયો ધ્યાને આવતાની સાથે જ પોલીસે બાઈકના સ્ટંટ કરનારા શખ્સને શોધીને તેને કાયદાનું ભાન કરાવ્યુ હતું.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે જેથી ટ્રાફીક શાખાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં પીએસઆઇ ડી.બી.ઠક્કર તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા ત્યારે ઇન્સ્ટગ્રામ સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક શખ્સનો બાઈકના સ્ટંટ કરતો વાઇરલ વિડિયો ધ્યાને આવ્યો હતો જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને વાંકાનેરના પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર બાઈકના સ્ટંટ કર્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વાયરલ થયેલ વિડીયોમાં વાહનના નં. જીજે 3 એચસી 8736 વાળાને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને આરોપી સાગરકુમાર અશોકભાઇ વરાણીયા (21) રહે. નવાગામ (લખધીરનગર) તાલુકો મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પકડીને પુછપરછ કરતા પોતે બાઈકના સ્ટંટ કર્યા હોવાનું કબલ્યુ હતું. જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
Latest News