મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા
મોરબીના લોહાણાપરામાં વરસાદી-ગટરના પાણીથી વેપારી-રહેવાસીઓ ત્રાહિમામ
SHARE








મોરબીના લોહાણાપરામાં વરસાદી-ગટરના પાણીથી વેપારી-રહેવાસીઓ ત્રાહિમામ
મોરબીના લોહાણાપરા શેરી નંબર એક, બે અને ત્રણમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી વરસાદી પાણી અને ગટરના પાણી તે વિસ્તારમાં ભરાયેલા છે જેથી તે વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓ તથા ત્યાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે અને અવારનવાર આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ વરસાદી પાણી અને ગટરના પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા આજ દિવસ સુધી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેથી વેપારીઓ સહિતના લોકો મોરબી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે તેને ગયા હતા. જોકે, નગરપાલિકામાં અધિકારી હાજર ન હોવાથી મોરબી નગરપાલિકાનો ચાર્જ હાલમાં હળવદના પ્રાંત અધિકારીને સોંપવામાં આવેલ છે જેથી વેપારીઓ સહિતના લોકો મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે હળવદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને લોહાણાપરા વિસ્તારમાં વરસાદી તથા ગટરના પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો વહેલામાં વહેલી તકે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગણી વેપારીઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવી છે જોકે, નક્કર કામગીરી સ્થળ ઉપર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
