મોરબીના લોહાણાપરામાં વરસાદી-ગટરના પાણીથી વેપારી-રહેવાસીઓ ત્રાહિમામ
માળીયા-હળવદના ખેડૂતોને ન્યાય માટેની લડતમાં કાલે કોંગ્રેસનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી-પાલ આંબલીયા હાજર રહેશે
SHARE








માળીયા-હળવદના ખેડૂતોને ન્યાય માટેની લડતમાં કાલે કોંગ્રેસનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી-પાલ આંબલીયા હાજર રહેશે
મોરબી જિલ્લાના બે તાલુકામાંથી 765 કેવીની હેવી વીજ લાઇન પથરવા માટેનું કામ ચાલી રહ્યું છે. તેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી જેથી કાલે આ મુદે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસનાં આગેવાનો હોદેદારો અને ખેડૂતો સહિતના હાજર રહેશે.
આવતી કાલે તા. 9 ના રોજ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા, કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં મોરબીના ખેડૂતોને સાથે રાખીને કલેક્ટરને ન્યાય માટેની રજૂઆત કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, માળીયા અને હળવદમાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે
જેથી કરીને ખેડૂતો દ્વારા આ બાબતે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે. જો કે, માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર આપવામાં આવેલ નથી. જેથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે માટે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં કાલે મોરબી કલેકટર કચેરી ખાતે સવારે 11:00 વાગ્યે જઈને ન્યાય માટેની રજૂઆત કરવામાં આવશે.
