મોરબીના નવલખી રોડ ઉપરથી ૩૭૦ બોટલ દારૂ ભરેલ ટેમ્પો પકડાયો, ત્રણની ધરપકડ
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટી-હળવદના જુના અમરાપરમાથી દારૂ સાથે બે પકડાયા
SHARE









મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટી-હળવદના જુના અમરાપરમાથી દારૂ સાથે બે પકડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો છે અને એકને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને આવી જ રીતે હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે જેથી પોલીસે દારૂ સાથે પકડાયેલા શખ્સોની સામે આગળની કાર્યવાહી કરેલ છે
૧૧ બોટલ દારૂ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી ૧૧ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૧૨૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મુકેશ મનહરલાલ જોબનપુત્રા જાતે લોહાણા (૪૫) રહે, ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને તેને મયુર બટુકભાઇ વાઘેલા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળા પાસેથી દારૂની બોટલો લીધી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે થઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે
૧૨ બોટલ દારૂ
હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસેથી પસાર થતા બાઇકને રોકીને પોલીસે બાઈક ચાલકને ચેક કરતા તેની પાસેથી કુલ મળીને ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બાઇક નંબર જીજે ૩૬ ડી ૯૫૨૧ જેની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા તેમજ ૧૨ બોટલ દારૂ કિંમત રૂપિયા ૩૬૦૦ એમ કુલ મળીને ૧૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે મહેશ કમાભાઈ ડાભી જાતે કોળી (૨૦) રહે. રાયસંગપુર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી તે દિશામાં તપાસ ચાલુ કરી છે
