મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટી-હળવદના જુના અમરાપરમાથી દારૂ સાથે બે પકડાયા
મોરબીના ઘુટુ પાસે યુવાનને હડફેટે લઈને મોત નિપજાવનારા ટેલરે ચાલકની ધરપકડ
SHARE









મોરબીના ઘુટુ પાસે યુવાનને હડફેટે લઈને મોત નિપજાવનારા ટેલરે ચાલકની ધરપકડ
મોરબી નજીકના ઘુટુ ગામથી ઉંચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ટેલરના ચાલકે તેમને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ ટેલરના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજમાં રહેતા અને સિરામિકમાં મજુરી કામ કરતા જીતેન્દ્રભાઈ દિલીપભાઈ વાઘેલા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૫૧)એ ટેલર નંબર આરજે ૧૯ જીએફ ૯૧૯૨ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓનો દીકરો કુલદીપસિંહ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩ એફઆર ૦૫૩૨ લઈને ઘૂટુંથી ઉંચી માંડલ તરફ જવાના રસ્તા ઉપર લાઈકોસ સિરામિક કારખાનાના ગોડાઉન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટેલરના ચાલકે અડફેટે લીધું હતું જેથી કુલદીપસિંહને ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે ટેલર ચાલકની સામે ગુનો નોંધીને હાલમાં આરોપી ભાવરામભાઈ બાલારામ જાટ ચૌધરી (૪૦) રહે, આગોલય ગુડીનગર તાલુકો બાલકેશ્વર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે
