મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામના ખેડૂતે રાસાયણિક ખેતીથી નિર્જીવ બનેલ જમીનમાં પ્રાકૃતિક ખેતીથી પુનઃ પ્રાણ પૂર્યા


SHARE







ટંકારાના હરબટીયાળી ગામના ખેડૂતે રાસાયણિક ખેતીથી નિર્જીવ બનેલ જમીનમાં પ્રાકૃતિક ખેતીથી પુનઃ પ્રાણ પૂર્યા

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામના ખેડૂત કાંતિભાઈ સંઘાણીએ પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષો પહેલા અમે મગફળી, જુવાર, કપાસ,એરંડા વગેરે પાકોનું  ઉત્પાદન કરતા હતા.પણ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો ગયો અને જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ તેથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયો આવા સમયમાં અમે ઉત્પાદન ખર્ચ ઘટાડવાનું અને જમીનને ફળદ્રુપ બનાવવાનું વિચાર્યું અને છેવટે અમે ગાય લીધી અને સજીવ ખેતી કરવાનું વિચાર્યું.

આ ખેડૂત પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા. અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાતા જિલ્લા બહાર પ્રવાસ, કૃષિ મેળા, જિલ્લા અંદર તાલીમ પ્રવાસ વગેરેમાં ભાગ લીધો અને ત્યાં પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની મુલાકાત અને માહિતી લીધી અને જુદી જુદી જગ્યાએ ગાય આધારીત ખેતીની તાલીમમાં ભાગ લીધો હતો. અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું. ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગેની સાત દિવસની વડતાલ ખાતે તાલીમ લઈને માહિતી મેળવી હતી. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યું ત્યાર બાદ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. પ્રાકૃતિક મગફળી, કપાસ, જીરું પાકનું વાવેતર શરૂઆત કરી અને પરીણામે રાસાયણિક પાક કરતા પ્રાકૃતિક પાકમાં ખર્ચ ઘટવા લાગ્યો. હાલમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, ખાટી છાસ, આકડો, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરવાથી જમીન પોચી, ભરભરી અને ફળદ્રુપ બનતી ગઈ અને ઉત્પાદન વધવા લાગ્યું અને જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઇ. અમારે પ્રાકૃતિક ખેતી હેઠળ ગત સીઝનમાં પાંચ વીઘા જમીનમાં મગફળીનું ૧૩૦ મણ તેમજ જીરુંનું ૪૨ મણ ઉત્પાદન થયું છે. આમ, પ્રાકૃતિક કૃષિ કરવાથી ખર્ચ ઘટવા લાગ્યો અને આવકમાં વધારો થવા લાગ્યો. અને જમીનની ફળદ્રુપતા વધારો થયો  છે. અને જમીન પહેલા હતી એવી સજીવ થવા લાગી છે.






Latest News