મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોએ ૧૬ લાખથી વધુની ખાદીની ખરીદી કરી


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોએ ૧૬ લાખથી વધુની ખાદીની ખરીદી કરી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે  “ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન” ના મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના માધ્યમિક વિભાગ સાથે સંકળાયેલ  અધિકારી, કર્મચારી તથા ૫૪૭ શિક્ષક દ્વારા ૧,૬૫,૮૫૮ રૂપિયાની ખાદીની ખરીદી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે પ્રોત્સાહિત થાય અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા પહેરવા માટેનું અભિયાન શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News