મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના યુવક-યુવતીઓને વોલીબોલ એકેડમીમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક


SHARE

















મોરબી જિલ્લાના યુવક-યુવતીઓને વોલીબોલ એકેડમીમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક

 સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લીંબડી અને હિંમતનગર ખાતે વોલીબોલ રમતની ભાઈઓ/બહેનો માટે સ્વામી વિવેકાનંદ સી.ઓ.આઇ. નિવાસી એકેડમી શરૂ કરવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં અસાધારણ ઊંચાઇ ધરાવતા ભાઈઓ/બહેનોને વોલીબોલ રમતની એકેડમીમાં સમાવવા માટે હાઇટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં (૧) ૧૩ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm અને બહેનોની ૧૬૬+cm (૨) ૧૪ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૯+cm અને બહેનોની ૧૭૧+cm (૩) ૧૫વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૪+cm અને બહેનોની ૧૭૩+cm (૪) ૧૬ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૭+cm અને બહેનો ૧૭૫+cm નિર્ધારીત કરવામાં આવેલ છે. આ ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હાજર રહેવા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ૮૭૮૦૭ ૯૭૭૭૯ તેમજ ૯૯૭૮૫ ૭૦૦૦૧ સંપર્ક કરી શકાશે.




Latest News