મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત
મોરબીમાં “અનસ્ટોપેબલ વોરિયર્સ” સંસ્થા રક્તદાન કેમ્પ-માતૃશક્તિ સન્માન સાથે કાર્યરત કરશે
SHARE
મોરબીમાં “અનસ્ટોપેબલ વોરિયર્સ” સંસ્થા રક્તદાન કેમ્પ-માતૃશક્તિ સન્માન સાથે કાર્યરત કરશે
મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે ત્યારે વધુ એક બિન સરકારી N.G.O. "અનસ્ટોપેબલ વોરિયર્સ" સંસ્થાનો શુભારંભ એકતા દિવસ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ રવિવારના રોજ સવારે ૯ વાગ્યે ઉમા ટાઉનશીપ રોડ, સરસ્વતી સોસાયટી, મોરબી-૨ ખાતે કરવામાં આવશે .
આ સંસ્થા "સેવા પરમો ધર્મ, અને વસુધેવ કુટુંબકમ્ ની ઉદાત્ત ભાવના સાથે જરૂરિયાતમંદ સુધી હાથોહાથ લોહી પહોંચાડવા સહાયરૂપ થવું,સંસ્થાનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા. ગરીબ બાળકોને રાહતદરે સ્ટેશનરી પુરી પાડવી,સાક્ષરતા દર ઉંચો લાવવા પ્રયત્નો કરવા,લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કાર્યો કરવા,સ્ત્રી-સશક્તિકરણને વેગ મળે તે માટે લઘુ ઉદ્યોગ, ભરત ગૂંથણ જેવા વર્ગો ચલાવવા, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે,લોકો સરકારી યોજનાઓને સમજે,લાભ લે એ માટે જાગૃતિ કાર્યક્રમો કરવા,આફતો વખતે લોકોને મદદ પુરી પાડવી આવા હેતુઓ સાથે આ "અનસ્ટોપેબલ વોરિયર્સ" ટ્રષ્ટની શરુઆત થશે
આ કાર્યક્રમમાં મોરબીની એવી કેટલીક માતૃશક્તિ છે કે જેમને જીવનમાં ખુબજ સઘર્ષ વેઠી, મુશ્કેલીના સમયમાં આગળ વધીને સમાજમાં મોભાદર સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી માતૃશક્તિનું સન્માન કરવામાં આવશે અને મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે, આ શુભારંભ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી ડો.જ્યંતીભાઈ ભાડેસિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, મહંત પ્રેમસ્વામી, રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે