મોરબીના વૃદ્ધની કેદારિયા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનાર સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો
SHARE
મોરબીના વૃદ્ધની કેદારિયા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનાર સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો
મોરબીમાં રહેતા વૃદ્ધની હળવદ તાલુકાનાં કેદારિયા ગામે સંયુક્ત માલીકીની જમીન આવેલ છે જે જમીન ઉપર ત્યાના એક શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા હિમંતગીરી હરદેવગીરી ગોસાઇ (ઉ.૬૬) એ ધીરજભાઈ દેવશીભાઈ ઠાકોર રહે. કેદારીયા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૯૫ થી આજદિન સુધી કેદારીયા ગામની સીમમાં તેઓની સંયુક્ત માલીકીની જમીન આવેલ છે જે જમીન ઉપર આરોપીએ દબાણ કર્યું છે જેથી કરીને ફરીયાદીની સંયુક્ત માલીકીની હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૪૦૦/૧/૩ વાળી જમીન હે.આર.ચો.મી. ૪-૦૩-૬૮ વાળી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને આજદિન સુધી ગેરકાયદે કબજો ચાલુ રાખેલ છે જેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે









