મોરબી જિલ્લાના હળવદ નજીક કેમિકલ ચોરી !: 63.17 લાખનો મુદામાલ કબજે, ત્રણ શખ્સો ફરાર
મોરબીની સીવીલ હોસ્પીટલમાં કાયમી ફેફ્સાના ડોકટર રાખવા સીલીકોસીસ પીડીત સંઘની માંગ
SHARE
મોરબીની સીવીલ હોસ્પીટલમાં કાયમી ફેફ્સાના ડોકટર રાખવા સીલીકોસીસ પીડીત સંઘની માંગ
સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા મોરબીની સીવીલ હોસ્પીટલમાં કાયમી ફેફ્સાના ડોકટર રાખવાની માંગણી કરવામાં આવેલ છે અને આ બાબતે સીવીલ હોસ્પીટલ અધીક્ષકને સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા મોરબી સીવીલ હોસ્પીટલ અધીક્ષક ડૉ. પ્રદીપ દૂધરેજીયાને રુબરુ મળીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સીલીકોસીસ પીડીતોને સીવીલમાં સારવાર અને સીલીકોસીસ નિદાન અંગે આવતી સમસ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને જીલ્લામાં ૫૫ થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે જે આર્થીક રીતે ખુબ દયનીય પરીસ્થિતીમાં જીવી રહ્યા છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે એવી સ્થિતીમાં નથી અને રાજકોટ સીવીલ જવાના ભાડાના ખર્ચો પણ સહન કરી શકે એમ નથી. આવી પરીસ્થીતીમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં કાયમી ફેફ્સાના નીષ્ણાત ન હોવાથી સીલીકોસીસ પીડીતો મુશ્કેલીમા મુકાય છે.
થોડા સમય પહેલા સંઘે કરેલ અરજીને ધ્યાનમાં લઇ ડૉ. પ્રદીપ દૂધરેજીયા દ્વારા મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે સીલીકોસીસ સર્ટીફીકેટ કાઢી આપવાની તથા સીલીકોસીસ દર્દીને વીના મુલ્યે સારવાર મળે તેવી સુવિધા કરી આપેલ છે. જો કે, સીલીકોસીસ પીડીતોને મળતી મૃત્યુ સહાય યોજનામાં શ્રમ અધીકારી પીડીત પાસે હેલ્થ કાર્ડ માંગતા હોય પણ હાલ સીવીલ હોસ્પીટલમાં તે કાઢી આપવાની સગવડ ન હોવાને કારણે દાવેદારો મુશ્કેલીમાં મુકાય છે અને કેટલાકને દાવા નકારવામાં આવે છે તેથી આવું કાર્ડ કાઢી આપવાની પણ માગણી છે. અને આ તકે સંઘના નવા પ્રમુખે પોતાને હસ્તે સીલીકોસીસ પીડીતોના જીવન પર આધારીત પુસ્તક "આપ ક્યું રોએ ?" ભેટ આપ્યું હતું.









