મોરબીની સીવીલ હોસ્પીટલમાં કાયમી ફેફ્સાના ડોકટર રાખવા સીલીકોસીસ પીડીત સંઘની માંગ
મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો
SHARE









મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો
મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી વિજળી કનેકશન, હોમ લોન મળતી નથી અને ઘણા ગામના રસ્તા રીપેર કરવાની જરૂર છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આ બાબતે મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપવા નિર્ણય થયેલ છે. જો કે, મહાનગરપાલીકામાં સંભવિત સમાવિષ્ટ ૧૪ ગામો માટે નવા બાંધકામ તથા મંજુરી વાળા બાંધકામ બાબતે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી અને મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી પ્રાથમિક સુવિધા જેવી કે, રહેણાંકમાં વિજળી કનેકશન જે હાલમાં આપવાના બંધ કરેલ છે. જેથી આ બાબતે લોકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે, મોરબી શહેરની આસપાસના ગામોમાં છેલ્લા ૬ મહિનાથી રહેણાંક મકાનની બેંક લોન (હોમ લોન) જે બેંક દ્વારા આપવાની બંધ કરવામાં આવેલ છે. જેને નિયમાનુસાર ફરીથી શરૂ કરવામાં આવે, ચોમાસા દરમિયાન મોરબી તાલુકાના ગામોના તાલુકા મથકને જોડતા રોડનું સત્વરે સમારકામ (રીપેરીંગ) કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવેલ છે
