રાજ્યમાં ઈ ગ્રામ સેન્ટરને “શ્રમિક સહાયતા કેન્દ્ર” જાહેર કરતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા
હળવદમાં ફુડ વિભાગની હાસ્યાસ્પદ કામગીરી: બે દુકાનેથી ચાર સેમ્પલ લીધા
SHARE
હળવદમાં ફુડ વિભાગની હાસ્યાસ્પદ કામગીરી: બે દુકાનેથી ચાર સેમ્પલ લીધા
હળવદ શહેર અને આસપાસના ગામોના લોકો ફરસાણ લેવા માટે મોટાભાગે હળવદમાં જ આવે છે ત્યારે ધીમેધીમે કરતાં હળવદમાં ૧૫૦થી વધુ ફરસાણ અને મીઠાઈની દુકાનો બની ગયેલ છે ત્યારે ફ્રુડ વિભાગ દ્વારા માત્ર બે દુકાનમાથી ચાર નમૂના લેવામાં આવતા ફૂડ વિભાગની કામગીરી હાસ્યાસ્પદ બની ગયેલ છે
હળવદ શહેર અને તાલુકાની વસ્તી ૧.૭૨ લાખ છે ત્યારે શહેર અને ગામડાના લોકો અને હાઈવે રોડ પરથી પસાર થતાં લોકોની ખાણીપીણી માટે ૧૫૦ થી વધુ ફરસાણની લારીઑ, ગલ્લા અને દુકાન આવેલ છે અને આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફ્રુડ વિભાગ દ્વારા વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવે તે જરૂરી છે ત્યારે મોરબી ફુડ વિભાગની કચેરી દ્વારા માત્ર બે વેપારીના ત્યાં મિક્સ ચવાણું, તીખી પાપડી, મોહનથાળ અને મિલ્ક કેક આમ કુલ મળીને ચાર સેમ્પલ લેવામાં આવેલ છે ત્યારે હળવદમાં ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી હાસ્યાસ્પદ બની રહી છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે