હળવદમાં ફુડ વિભાગની હાસ્યાસ્પદ કામગીરી: બે દુકાનેથી ચાર સેમ્પલ લીધા
મોરબીના આમરણ પાસે ટ્રક ચાલકે ટેન્કરને ટક્કર મારતા વાહન નુકશાન
SHARE
મોરબીના આમરણ પાસે ટ્રક ચાલકે ટેન્કરને ટક્કર મારતા વાહન નુકશાન
મોરબીના આમરણથી ખારચીયા ગામની વચ્ચેના હાઇવે રોડ ઉપર ટ્રક ચાલકે ટેન્કરને ટક્કર મારી હતી જેથી કરીને ટેન્કરના એન્જિન, કેબિન અને ટાંકામાં નુકશાન થયું હતું જેથી ટેન્કરના ચાલકે હાલમાં ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં આમરણ- ખારચીયા ગામની વચ્ચે આવેલ દિલીપ બિલ્ડકોન કંપનીમાં રહેતા શનતકુમાર ભૈયાલાલ બુંકર (ઉ.૨૮)એ ટ્રક નંબર જીજે ૩૭ ટી ૯૭૮૨ ના ડ્રાઇવર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આમરણ- ખારચીયા ગામની વચ્ચે હાઇવે રોડ ઉપર ટ્રક નંબર જીજે ૩૭ ટી ૯૭૮૨ ના ડ્રાઇવરે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ફરિયાદીને એમપી ૦૪ એચઇ ૨૦૮૨ નંબરના અશોક લેયલન્ડ કંપનીના ટાંકા સાથે અકસ્માત કર્યો હતો અને તેના વાહનમાં એન્જીન, કેબીન તથા કેબિન પાછળ આવેલ ગોળ ટાંકાને નુકસાન કરેલ છે અને આરોપી પોતાનું વાહન ઘટના સ્થળે જ છોડીને નાશી ગયેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે
અકસ્માત
અંજાર કૈલાશ નગર સોસાયટી દબળા રોડ ઉપર રહેતા જયંતિભાઈ શિવજીભાઈ ચાડ જાતે આહીર (ઉ.૪૦) એ હાલમાં ડમ્પર નં. જીજે ૧૨ બીવાય ૯૬૯૬ ના ચાલક પ્રવિણભાઈ આશાભાઈ ખોખર રહે અંજાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર બંસી પેનલ ખાખરેચી ગામના પાટીયા પાસે આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રક ડમ્પર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ રોડની સાઈડમા પડેલ કોઈ અજાણ્યા ડમ્પરના પાછળના ભાગે તેનું વાહન અથડાવ્યું હતું જેથી ડ્રાઈવર અને તેના દીકરા પરેશ પ્રવીણભાઈ ખોખરને શરીરે નાની મોટી ઈજા કરી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે