મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં ફુડ વિભાગની હાસ્યાસ્પદ કામગીરી: બે દુકાનેથી ચાર સેમ્પલ લીધા


SHARE









હળવદમાં ફુડ વિભાગની હાસ્યાસ્પદ કામગીરી: બે દુકાનેથી ચાર સેમ્પલ લીધા

હળવદ શહેર અને આસપાસના ગામોના લોકો ફરસાણ લેવા માટે મોટાભાગે હળવદમાં જ આવે છે ત્યારે ધીમેધીમે કરતાં હળવદમાં ૧૫૦થી વધુ ફરસાણ અને મીઠાઈની દુકાનો બની ગયેલ છે ત્યારે ફ્રુડ વિભાગ દ્વારા માત્ર બે દુકાનમાથી ચાર નમૂના લેવામાં આવતા ફૂડ વિભાગની કામગીરી હાસ્યાસ્પદ બની ગયેલ છે

હળવદ શહેર અને તાલુકાની વસ્તી ૧.૭૨ લાખ છે ત્યારે શહેર અને ગામડાના લોકો અને હાઈવે રોડ પરથી પસાર થતાં લોકોની ખાણીપીણી માટે ૧૫૦ થી વધુ ફરસાણની લારીઑ, ગલ્લા અને દુકાન આવેલ છે અને આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફ્રુડ વિભાગ દ્વારા વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવે તે જરૂરી છે ત્યારે મોરબી  ફુડ વિભાગની કચેરી દ્વારા માત્ર બે વેપારીના ત્યાં મિક્સ ચવાણું, તીખી પાપડી, મોહનથાળ  અને મિલ્ક કેક‌ આમ કુલ મળીને ચાર સેમ્પલ લેવામાં આવેલ છે ત્યારે હળવદમાં ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી હાસ્યાસ્પદ બની રહી છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે




Latest News