મોરબીના આમરણ પાસે ટ્રક ચાલકે ટેન્કરને ટક્કર મારતા વાહન નુકશાન
વાંકાનેરના ચંદ્રપુર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારી: વાહન પલટી મારી જતાં ૩ ને ઇજા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1635399510.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેરના ચંદ્રપુર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારી: વાહન પલટી મારી જતાં ૩ ને ઇજા
વાંકાનેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પહેલાના ખાંચા પાસે વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર ટ્રક ટ્રેઈલરના ચાલકે બોલેરોને ટક્કર મારી હતી જેથી કરીને બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડાયા હતા અને અને તે પૈકીનાં એક યુવાને હાલમાં ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ ચોટીલામાં વશરામભાઈ બથવારની વાડીએ રહેતા મુળ ગારીડા (બામણબોર)ના રહેવાસી ભોજાભાઈ અરજણભાઈ ધાડવી જાતે-કોળી (ઉ.૩૫)એ હાલમાં ટ્રક ટ્રેઈલર નંબર સીજી 04 એચએસ ૩૫૫૫ ના ચાલક અમરજીતભાઈ બિછુઆભાઈ યાદવ જાતે બિશ્નોઈ (ઉ.૩૨) સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પહેલાના ખાંચા પાસે વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર તેઓ અને મોહનભાઈ કુકાભાઈ ધાડવી તેમજ બોલેરોચાલક મેઘજીભાઈ કુંવરાભાઈ ધોરીયા રહે-ગારીડા (બામણબોર) વાળા બોલેરોમાં આવતા હતા ત્યારે આરોપી ટ્રક ટ્રેઈલરના ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ફરિયાદી જે બોલેરોમા બેસી જતા હતા તે માલવાહક બોલેરો નં. જીજે ૧૩ એટી ૯૫૯૧ ની પાછળ ટ્રક ભટકાતા બોલેરો પલ્ટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા ફરિયાદીને ડાબા હાથે ખંભાના ભાગે સામાન્ય મુંઢ ઇજા તથા મોહનભાઈ કુકાભાઈ ધાડવીને ડાબી બાજુ કપાળના ભાગે તથા જમણા હાથે ઇજા તથા ડાબી બાજુ પાંસળાના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી હતી અને આરોપી અકસ્માત કરી પોતાનો ટ્રક મુકીને નાસી ગપ હતો હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
દેશી દારૂ
મોરબીના જીવાપર (ચકમપર) ગામે ગોઢ સીમમાં ગૌરાંગભાઇ કાંતીભાઇ કાલરીયાની વાડી પાસે ઘોડાદ્રી નદીના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાથી દેશીદારૂ બનાવવાનો આથો ૬૦ લીટર, ઇન્ડીયન ગેસનો ૧ બાટલો, ૧ ચુલો સહિત કુલ મળીને ૧૨૬૦ ના મુદામાલ સાથે પોલીસે ગૌરાંગભાઇ ઉર્ફે લાલો કાંતીભાઇ કાલરીયા જાતે પટેલ (ઉ.૨૫) રહે. જીવાપર (ચ.) ઝાંપા પાસે વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)