વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી વિમેદારને ૧.૮૪ લાખ મળ્યા


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી વિમેદારને ૧.૮૪ લાખ મળ્યા 

વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાના ધર્મ પત્નીને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કા.લી.નો વીમો હતો.તેમને બીમારીની સર્જરી કરાવેલ પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતાં અદાલતે ૧,૮૪,૧૩૦ અને ૮૦૦૦ અન્ય ખર્ચ ૯ ટકાના વ્યાજ સાથે તા.૫-૨-૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

કેસની વિગત એવી છેકે વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાએ તેમના પત્ની વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો.બીમારી સર્જરી અનુસંધાને હોસ્પીટલમાં દાખલ કરેલ હતા. બાદમાં ગ્રાહકે વીમા કંપનીને જોઇતી વિગતો સાથે તમામ કાગળો રજુ કરી આપેલ છતા વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડેલી.જેથી ગ્રાહક વિશ્વાસ પંડયાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલાજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં જતા ગ્રાહક અદાલતે વીણાબેન પંડયાને રૂ.૧,૮૪,૧૩૦ અને ૮૦૦૦ અન્ય ખર્ચના ૯ ટકાના વ્યાજ સાથે તા.૫-૨-૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ.પરંતુ સામેની પાર્ટી પોતાની સેવામાં ખામી રાખે છે કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજી મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) અથવા મંત્રી રામભાઇ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News