વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ
મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા
SHARE
મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા
મોરબીમાં આગામી સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રિય એકતા દિવસનાં અનુસંધાને "આઝાદી કા અમૃત મહોત્સવ" બેંક ઓફ બરોડા તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીનાં સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ માટે નિબંધ લેખન સ્પર્ધાનું તા.૨૯-૧૦ ના રોજ કરાયેલ છે જેમાં ''ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષય સંદર્ભે નિબંધ લખવાના રહેશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા બેંક ઓફ બરોડા દ્વારાં સરદાર પટેલ જયંતિ (રાષ્ટ્રિય એકતા દિવસ) નિમિતે આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ઉજવાઇ રહેલા અમૃત મહોત્સવનાં અનુસંધાને લોક જાગૃતિ માટે આ નિબંધ લેખન સ્પર્ધાનું તા.૨૯-૧૦ ના આયોજન કરવાંમાં આવેલ છે.જેનો વિષય છે "ભ્રષ્ટાચાર બંધ કરો-નવું ભારત બનાવો" આ નિબંધ લેખન સ્પર્ધામાં કૉલેજનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે નોટ-પેન આપવામાં આવશે અને સ્પર્ધકોને રોકડ ઈનામ પણ આપવામાં આવશે. જેમા પ્રથમ ઈનામ ૧૦૦૧, દ્વિતીય ઈનામ ૭૫૧ અને તૃતીય ઈનામ ૫૦૧ રહેશે.સ્પર્ધા શ્રી એમ. એમ. સાયન્સ કૉલેજ મોરબી-૨ તેમજ શ્રી એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપુર(નદી) ખાતે તા.૨૯ ના સવારે ૧૦ થી ૧૧ યોજાશે.આપના મિત્રો કે અન્ય ગૃપને આ સ્પર્ધાની વિગત જરૂર મોકલશો તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.