મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા
મોરબીના વવાણીયા શ્રીમદ્દ રાજચંદ્રજી રચીત ગાથા ઉપરથી બનાવાયેલા "આત્મસિદ્ધિ શાસ્ત્ર" પુસ્તકનું વિમોચન
SHARE
મોરબીના વવાણીયા શ્રીમદ્દ રાજચંદ્રજી રચીત ગાથા ઉપરથી બનાવાયેલા "આત્મસિદ્ધિ શાસ્ત્ર" પુસ્તકનું વિમોચન
ગત તા.૨૧મી ઓક્ટોબરે વિશ્વ સાક્ષી બન્યું પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના બહુપ્રતિક્ષિત સંક્ષિપ્ત અને સંપૂર્ણ વિવેચન 'આત્મસિદ્ધિ શાસ્ત્ર :આત્માના છ આધ્યાત્મિક સત્યો'ના વિમોચનનું. ભારતના મહાન સંત, શ્રીમદ્દ રાજચંદ્રજી દ્વારા રચાયેલ મૂળ ગ્રંથ 'આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચનાની ૧૨૫ મી જયંતિની અદ્ભૂત અને દિવ્ય સંધ્યાએ હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના આંતરરાષ્ટ્રીય મુખ્ય મથકે હજારો વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ કરવામાં આવ્યું.'આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ ઓગણીસમી સદીમાં થઈ ગયેલ આત્મજ્ઞાની સંત, શ્રીમદ્દ રાજચંદ્રજી, જેઓ મહાત્મા ગાંધીજીના પણ આધ્યાત્મિક માર્ગદર્શક હતા, તેમના દ્વારા રચાયેલ ૧૪૨ ગાથાની આધ્યાત્મિક સાહિત્યની શ્રેષ્ઠતમ તથા સુપ્રસિદ્ધ કૃતિ છે.
પુસ્તકના સર્વ સમાવેશક અને વ્યવહારૂ અભિગમના કારણે વિશ્વભરના દરેક ક્ષેત્રના અગ્રણીઓની અપાર પ્રશંસા પ્રાપ્ત થઈ છે જેમ કે એચ.એચ. દલાઈ લામા, આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર, સ્વામીનારાયણ સંસ્થા BAPS ના આધ્યાત્મિક વડા પૂજ્ય શ્રી મહંત સ્વામી, ચિન્મયા મિશનના ગ્લોબલ હેડ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી,અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ જેમ કે ટાટા સન્સના એમિરિટ્સ ચેરમેન રતન ટાટા, ઈન્ફોસીસના કો-ફાઉન્ડર નંદન નીલકેણી અને સુપ્રસિદ્ધ લેખકો જેમ કે દીપક ચોપરા, અમીષ ત્રિપાઠી, ચેતન ભગત અને અન્ય અનેક.ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પુસ્તક પર સ્વયં હસ્તાક્ષર કરી, વિમોચન પહેલાં જ પોતાની સરાહના મોકલી આપી હતી - https://www.instagram.com/tv/CVX1lWBqSKF/?utm_source=ig_web_copy_link
ધરમપુરમાં થયેલ આ વૈશ્વિક વિમોચનના પ્રસંગને વિશ્વભરના લોકોનો જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે, આમ હવે આ પુસ્તક આંતરરાષ્ટ્રીય ફલક પર પોહોંચ્યું છે. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીનું આત્મસિદ્ધિ શાસ્ત્ર પુસ્તકનું હવે અનેક દેશોમાં સ્વતંત્ર રીતે વિમોચન કરવામાં આવશે જેમ કે યુ.એસ.એ., યુ.કે., હોંગકોંગ, ઑસ્ટ્રેલિયા, કેન્યા વગેરે.પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પુસ્તક 'આત્મસિદ્ધિ શાસ્ત્ર : આત્માના છ આધ્યાત્મિક સત્યો'ના વિમોચનનું વિડીયો - https://youtu.be/Pv6z5XDK5Nk જોઇ શકાશે.