મોરબીના થોરાળા ગામે ઝેરી દવા પીધેલ મહીલાનું સારવાર દરમ્યાન મોત
વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ
SHARE
વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરની બજારમાં વેચાતાં મીઠાઈ ફરસાણ જેવા ખાદ્ય પદાર્થોની તંત્ર દ્વારા ક્યારેય પણ ચકાસણી કરવામાં આવતી નથી ત્યારે દિવાળીનાં તહેવાર પુર્વે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે અને તંત્ર દ્વારા ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે
સામાન્ય રીતે તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ ખાણી પીણીની દુકાનોમાં તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે છે, તેમાં વપરાતા તેલ,ઘી,માવો સહિતની ચીજ વસ્તુઓ શુદ્ધ અને તાજી છે કે નહિ? જો જનઆરોગ્યને હાનિકારક હોય તો આવી ચીજ વસ્તુઓ મીઠાઈ ફરસાણનો તંત્ર દ્વારા તાકીદે નાશ કરવામાં આવે છે, પરંતુ વાંકાનેરમાં આ પ્રકારની ચકાસણીની કામગીરી ક્યારેય પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, દિવાળી પૂર્વે ઠેર ઠેર મીઠાઈ ફરસાણનાં હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો 101 ગામડાં ધરાવતો સૌથી મોટો તાલુકો છે, હજારો લોકો તહેવાર પર મીઠાઈ ફરસાણની ખરીદી કરે છે ત્યારે હજારો લોકોનાં જનઆરોગ્યને લક્ષમાં રાખી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે તથા મીઠાઈ ફરસાણનું ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.