વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરીના ગુનામાં દારૂના સપ્લાયર કુખ્યાત બુટલેગરની ધરપકડ


SHARE













મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરીના ગુનામાં દારૂના સપ્લાયર કુખ્યાત બુટલેગરની ધરપકડ

માળીયા (મી)નાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ હતી. ત્યારે ઘરમાંથી દારૂ ભરેલી બોટલોખાલી બોટલોઅલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા તેમજ બનાવટી દારૂનું 450 લિટર પ્રવાહી પોલીસે કબજે કર્યું હતું. અને બે સગા ભાઈની ધરપકડ કરી હતી. આ ગુનામાં કુખ્યાત બુટલેગર દ્વારા આરોપીઓને સસ્તો દારૂ સપ્લાઈ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂના સપ્લાયર કુખ્યાત બુટલેગરની ધરપકડ કરીને તેને હાલમાં રિમાન્ડ ઉપર લીધેલ છે.

માળીયા (મી)ના દેવગઢ ગામે રહેતા જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ હતી ત્યારે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 16 બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લીશ દારૂનું 450 લીટર પ્રવાહીદારૂની ખાલી બોટલોઅલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા વિગેરે મળી 2,79,705 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો. આ ગોરખધંધામાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી જીલ્લામાં અગાઉ પકડાયેલ દારૂના ગોડાઉનમાં ઝડપાયેલ કુખ્યાત બુટલેગર લક્કીસિંગ દરબાર હાલમાં જેલમાં હતો. જે આરોપી દેવગઢ ગામે ચાલતી નકલી દારૂની મિનિ ફેક્ટરીમાં દારૂ સપ્લાઈ કરતો હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને આ કેસની તપાસ કરી રહેલા એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચિયા અને તેની ટીમે દ્વારા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ જાતે દરબાર (42) રહે. શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ મધુસ્મૃતિ સોસાયટી મોરબી મુળ રહે. ચાપરીયા તાલુકો જાંબવા જીલ્લો અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તા 9 સુધીના રિમાન્ડ લેવામાં આવ્યા છે. વધુમાં પોલીસ પાસેથી મળે માહિતી મુજબ આ આરોપી દેવગઢ ગામે ચાલતી નકલી દારૂની મિનિ ફેક્ટરીમાં દારૂ સપ્લાઈ કરતો હતો જેને મોંઘી દારૂની બોટલોમાં ભરીને સસ્તા દારૂને મોંઘો બનાવીને મોરબી જીલ્લામાં વેચવાનું કારસ્તાન ચાલતું હતું.






Latest News