વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ અને હળવદના સુંદરગઢ ગામે સાપ કરડી જતા બે લોકો સારવારમાં


SHARE













મોરબીના વાવડી રોડ અને હળવદના સુંદરગઢ ગામે સાપ કરડી જતા બે લોકો સારવારમાં

મોરબી જિલ્લાના બે જુદાજુદા વિસ્તારોમાં સાપ કરડી જવાના બે બનાવમાં બે લોકોને સારવારમાં ખસેડાયા હતા.

બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા હેતલબેન હિતેશભાઈ કોળીયા નામની 30 વર્ષીય મહિલાને તા.7 ના રોજ રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેઓના ઘરે ડાબા પગના તળિયાના ભાગે સાપ કરડી ગયો હતો.જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાંથી જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

તે રીતે જ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા પ્રકાશભાઈ અંબારામભાઈ મકવાણા નામના 40 વર્ષના યુવાનને ઝેરી સાપ કરડી ગયો હતો.જેથી હળવદના ચરાડવા પીએચસી સેન્ટર ખાતે સારવારમાં ખસેડાયો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ હોસ્પિટલમાંથી યાદી આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

લજાઇ પાસે અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત

મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા રીક્ષા ચાલકે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં રોહિત શિવલાલભાઈ ઝાલા (ઉંમર 40) રહે.લજાઇ તા.ટંકારા ગામના યુવાનને હડફેટે લેતા 108 વડે તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને અકસ્માત બનાવની વધુ તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.

આધેડ મહિલા સારવારમાં

મોરબી નજીકના શનાળા ગામે રહેતા ગીતાબેન વેલજીભાઈ સિરવી નામના 68 વર્ષીય મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે શનાળા ગામે આવેલા શક્તિ માતાના મંદિર સામેની શેરી પાસેથી તેઓ બાઈકમાં બેસીને જતા હતા.ત્યાં રસ્તામાં ખૂંટીયા દ્વારા સીંગડું મારવામાં આવતા તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને આ બાબતે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલી હોવાથી સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરીને તપાસ કરી હતી.

 






Latest News