વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં FINMARK FOCUS કારકિર્દીલક્ષી ઇવેન્ટ યોજાઇ


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં FINMARK FOCUS કારકિર્દીલક્ષી ઇવેન્ટ યોજાઇ

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કોલેજમાં FINMARK FOCUS-2024 નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત BBA ફેકલ્ટીના વિદ્યાર્થીઓ  દ્વારા માર્કેટિંગ અને ફાયનાન્સ  ક્ષેત્રે રહેલી કારકિર્દી ઘડતરની તકોનું અર્થપૂર્ણ અને સચોટ રીતે નિદર્શન કર્યું હતું. જેમાં અલગ અલગ પ્રોડક્ટ્સની જાહેરાત અને માર્કેટિંગ વ્યૂહરચના વિષે રસપ્રદ છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને નિર્ણાયક તરીકે રાજકોટની ધમસાણીયા કોલેજના નિષ્ણાંત પ્રાધ્યાપક ડો.હરેશ વૈશનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ માર્કેટિંગ અને ફાયનાન્સ  ક્ષેત્રે રહેલી ભવિષ્યની ઉજળી તકો વિષે રસદાર અને આગવી શૈલીમાં પોતાનું વ્યાખ્યાન રજુ કરીને  વિધાર્થીઓને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા.સંસ્થાવતી આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ સહીત વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News