વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પાસે નાખેલ ભરતી બાબતે માથાકૂટ કરીને કાકા-ભત્રીજાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં ઘરે પાસે નાખેલ ભરતી બાબતે માથાકૂટ કરીને કાકા-ભત્રીજાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ત્રાજપર શિવ શક્તિ સોસાયટીમાં ઘર સામે રોડ ઉપર ભરતી ભરેલ હોય જે સામેવાળાઓને સારું નહીં લાગતા તેણે માથાકૂટ કરી હતી ત્યારે ફરિયાદી અને તેનો ભાઈ ત્યાં છોડાવવા માટે ગયા હતા ત્યારે તેની સાથે ગાળો બોલીને જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ યુવાને નીચે પડી જતા તેને માથાના ભાગે ઈટ અને પથ્થર વડે માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠ વિસ્તારમાં ત્રાજપર શિવ શક્તિ સોસાયટી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા મયુરભાઈ નારણભાઈ પાટડીયા જાતે કોળી (24)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દીપકભાઈ ગોકળભાઈ પાટડીયા, દિલીપભાઈ રઘુભાઈ પાટડીયા અને વિપુલભાઈ ગોકળભાઈ પાટડિયા રહે. બધા ત્રાજપર શિવશક્તિ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓના કાકા વાલજીભાઈ બાબુભાઈ પાટડીયાએ પોતાના ઘર પાસે રોડ ઉપર ભરતી ભરેલ હતી જે સામે વાળાઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના કાકાની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો જેથી કરીને ફરિયાદી મયુરભાઈ તથા તેનો નાનો ભાઈ ઉદય બંને ત્યાં વચ્ચે તેઓને છોડાવવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈ અને કાકાની સાથે બોલાચાલી જપાજપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ યુવાને નીચે પડી જતા તેને માથાના ભાગે ઈંટ અને પથ્થર વડે માર મારીને ઈજા કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આંગળી વધુ તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News