માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબીમાં માર્કેટ યાર્ડ પાસેથી અને નાની કેનાલ રોડેથી બે યુવાન ગુમ: શોધખોળ શરૂ


SHARE











મોરબીમાં માર્કેટ યાર્ડ પાસેથી અને નાની કેનાલ રોડેથી બે યુવાન ગુમ: શોધખોળ શરૂ

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ-4 માં રહેતો યુવાન ઘરે કોઈને કશું કર્યા વગર ગુમ થઈ ગયેલ છે આવી જ રીતે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો યુવાન સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને બંને ગુમ થયેલા યુવાનોના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધાની ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુમ થયેલા બંને યુવાનોને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી શહેરના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડ માવેલ દુકાને જવાનું કહીને મોરબી તાલુકાના જેતપર ગામે મોટી શેરીમાં રહેતો પવન દિનેશભાઈ કલોલા (22) નામનો યુવાન ગત તા. 9/8 ના રોજ સાંજે 7:15 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ તે યુવાન ગુમ થઈ ગયેલ છે જેને ઘરમેળે શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો મળી આવેલ નથી. જેથી કરીને ગુમ થયેલા પવનના પિતા દિનેશભાઈ ચતુરભાઈ કલોલા (55) રહે. જેતપર મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને પોતાનો દીકરો મોરબી માર્કેટયાર્ડ પાસેથી ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે.

આવી જ રીતે મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રહેતો અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતો ગૌરવભાઈ દલસુખભાઈ કાવર (25) નામનો યુવાન ગત તા. 8/8 ના બપોરના 2:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયો હતો અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો મળી આવેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પિતા દલસુખભાઈ મગનભાઈ કાવર (49) રહે. નાની કેનાલ રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.




Latest News