મોરબી રવિરાજ ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માતમાં બે લોકોને ઈજા માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી એક્ટિવા અને બુલેટની ચોરીના ગુનામાં આરોપીની મુદામાલ સાથે ધરપકડ


SHARE











મોરબી શહેરમાંથી એક્ટિવા અને બુલેટની ચોરીના ગુનામાં આરોપીની મુદામાલ સાથે ધરપકડ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાંથી એક્ટિવા અને રવાપર ગામેથી બુલેટની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામ પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરીમાં ગયેલા વાહનોને કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા પથિકભાઈ રમેશભાઈ ફુલતરીયા (25)એ પોતાના ઘર પાસે તેનું એકટીવા નંબર જીજે 36 એચ 5905 પાર્ક કરીને મૂક્યું હતું. જે એક્ટિવાની ચોરી કરવામાં આવી હતી જેથી 45,000 ના સ્કૂટરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિજન  પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેવી જ રીતે રવાપર ગામે હનુમાન મંદિર વાળી શેરીમાં રાધે હાઈટ્સના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં 201 માં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારા (52)એ પોતાનું બુલેટ નંબર જીજે 36 એએ 3800 રાધે હાઇટ્સ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું જેની ચોરી કરવામાં આવી હતી જે બંને ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આ કેસની તપાસ કરી રહેલા જયપાલસિંહ ઝાલા દ્વારા આરોપી દીપ રમણીકભાઈ આઘેરા (26) રહે. મૂળ ખાડિયા માણાવદર જુનાગઢ હાલ રહે. હિરલ પોઈન્ટ એપાર્ટમેંટ મોરબી તેમજ ગોકુળધામ સોસાયટી અંકુર વિદ્યાલય પાસે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ રાજકોટ ડીસીબી દ્વારા ચોરાઉ બુલેટ સાથે આ આરોપીને પકડવામાં આવ્યો હતો જેનો ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે કબ્જો લઈને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News