મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી માટે મંડળીને ફાળવેલ જમીન ઉપર દબાણ કરનાર પાંચની ધરપકડ


SHARE

















મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી માટે મંડળીને ફાળવેલ જમીન ઉપર દબાણ કરનાર પાંચની ધરપકડ

મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ ગીડચ ગામે ખેતી માટે જમીન આપેલ છે જે જમીન ઉપર જુદાજુદા લોકો દ્વારા દબાણ કરવાં આવેલ છે જેથી કરીને વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બે લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે જુદાજુદા બે ગુનામાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હીરાપર ગામે હમીરભાઇ ભાણાભાઇ સારેસા (ઉ.૬૬) એ ભાનુભાઇ નારણભાઇ આહીર, સંજયભાઇ ભાનુભાઇ આહીર અને અશ્વિનભાઇ ભાનુભાઇ આહીર રહે. બધા ગીડચ વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઆજથી પાંચેક વર્ષથી આજદિન સુધીમાં ગીડચ ગામની સીમમાં ફરિયાદીની મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ ગીડચ ગામના સર્વે નં.-૯૮ ની હેકટર- ૩-૦૩-૫૨ ચો.મી. વાળી સાંથળીની જમીનમાં આરોપીઓએ અનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી અને ફરીયાદીને જમીનમાં જવાનો કાયદેસરનો હકક હોય તેમ છતા જમીનમાં જતા રોકી ખેતીકામ કરવા નહી આપીને જમીનમાં આરોપીઓએ કબજો કરેલ છે જેથી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ૨૦૨૦ ની કલમ-૩૪(૩)૫(ગ) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧), (જી). (એફ.) મુજબ ગુનો નોંધીને આરોપી ભાનુભાઇ નારણભાઇ લોખિલ જાતે આહીર (૬૨), સંજયભાઇ ભાનુભાઇ લોખિલ જાતે આહીર (૩૨) અને અશ્વિનભાઇ ભાનુભાઇ લોખિલ જાતે આહીર (૫૩) આહીર રહે. બધા ગીડચ વાળાની પોલીસે ધરપકડ કરેલ છે

આવ જ રીતે હમીરભાઇ ભાણાભાઇ સારેસાએ બુટાભાઇ રત્નાભાઇ કોળી અને મનુભાઇ બુટાભાઇ કોળી રહે. બંને ગીડચ વાળાની સામે પણ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ૨૦૨૦ ની કલમ-૩૪(૩)૫(ગ) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧), (જી).(એફ.) મુજબ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ ગીડચ ગામના સર્વે નં.-૬૫/૨ ની હેકટર-૩-૮૪-૪૫ ચો.મી. વાળી સાંથળીની જમીનમાં આ કામના આરોપીઓએ અનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબ્જો કર્યો હતો અને ખેતીકામ કરવા આપ્યું ન હતું આ ગુનામાં પોલીસે બુટાભાઇ રત્નાભાઇ કોળી (૭૦) અને મનુભાઇ બુટાભાઇ કોળી (૩૩) રહે. બંને ગીડચ વાળાની ધરપકડ કરેલ છે




Latest News