મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

એક પેડ માં કે નામ: મોરબીમાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં જિલ્લાકક્ષાનો ૭૫ મો વન મહોત્સવ ઉજવાયો


SHARE













એક પેડ માં કે નામ: મોરબીમાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં જિલ્લાકક્ષાનો ૭૫ મો વન મહોત્સવ ઉજવાયો

મોરબીમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવ -૨૦૨૪ની ઉજવણી પંચમુખી હનુમાનજી વેજીટેબલ રોડ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને થયું હતું. ત્યારે વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખીને વધુમાં વધુ વૃક્ષા રોપણ કરવા માટે સાંસદ અને ધારાસભ્યએ લોકોને અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારનાં અભિયાનમાં સહભાગી બનીએ. પર્યાવરણના જતન માટે વન સંપદાના સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઈડ અને પોલ્યુશન ઘટાડવા વૃક્ષોનું જતન કરવું જોઈએ. વૃક્ષો માનવીને છાંયડો, ઑક્સીજન, ફળ, દવાઓ સહિતની જરૂરીયાતો સંતોષે છે. જેટલા વૃક્ષો વાવીએ તેને સારી રીતે ઉછેરવાની જવાબદારી પણ આપણી છે. વૃક્ષો એ એવી મૂડી છે જે બાળકોને મોટી ઉમરે એફ. ડી. તરીકે કામ લાગશે. સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સારી કામગીરી કરી રહી છે. મોરબી જિલ્લામાં તાલુકા દીઠ ૧.૨૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તે પ્રશંશનીય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રીન્યુએબલ એનર્જી તરફ દેશને લઈ રહ્યા છે ત્યારે આપણેસૌ આ દિશામાં જોડાઈ દેશને સશક્ત બનવાવમાં સહભાગી બનવાનું છે.

તો ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી વૃક્ષારોપણની કામગીરીને મહત્વ આપી વિવિધ આયોજનો અમલમાં મૂક્યા છે.અને કલેકટર કે. બી. ઝવેરીએ કહ્યું હતું કે જેટલા વૃક્ષો કપાય છે તેના કરતાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. વૃક્ષો નહી હોય તો પર્યાવરણ ખોરવાઇ જશે. વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી. તેમજ નાયબ વન સરંક્ષક ચિરાગ અમીનએ મોરબી જિલ્લામાં વન વિભાગની કામગીરી અંગે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ૩.૫ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે ગત વર્ષે ૨ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે ૩ વન કવચનું નિર્માણ કરાશે. મેનગૃવ ઇકો સિસ્ટમ વિષે સૌ કોઈને માહિતગાર કરી વધુમાં વધુ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.         

કિસાન યોજના અંતર્ગત રોપા ઉછેર માટે લાભાર્થીશ્રી ગીતાબેનને ચેક અર્પણ કરાયો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને ઊમરો, આંબલી, કણજી, બિલી, પીપળો, કદમ, બોરસલી તેમજ કોડીયાના વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. અને સાંસદસભ્ય તથા ધારાસભ્યએ લીલીઝંડી ફરકાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌ ને વૃક્ષોના જતન માટે દિનેશભાઈ વડસોલા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ આર.એફ.ઓ. પાર્થ ભીમાણીએ કરી હતી. આ કાર્યક્રમમાં ગોધરા સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડૉ. ટી. કરુપ્પાસામી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવીંદભાઈ વાસદળીયા, જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા બ






Latest News