મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરનાર ૧૧ પૈકી ૩ ની ધરપકડ


SHARE













મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરનાર ૧૧ પૈકી ૩ ની ધરપકડ

મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગરથી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બજારની વાડી પાસે આઠ વાડીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.જે રસ્તો તે વિસ્તારના માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવામાં આવ્યો હતો જે બાબતનો ખાર રાખીને તેઓઉપર મોડી સાંજે ચાર મહિલા સહિત 11 લોકો દ્વારા કુહાડી-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે નોંધાયેલ ફરીયાદમાં મોરબી એ ડિવિજન પોલીસે ૧૧ પૈૈકી હાલ ત્રણની ધરપકડ કરેલ છે.

મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડીમાં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શામજીભાઈ કંઝારિયા (30) ઉપર તે વિસ્તારમાં રહેતા દિનેશભાઈ શામજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી, સુરેશ છગનભાઇ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી, ચંપાબેન સંજયભાઈ ડાભી, કિરણબેન રતિભાઈ ડાભી (રહે.બધા ગોકુલનગર) સહિત કુલ મળીને ૧૧ લોકો દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને ઇજા થતાં સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.બાદમાં તેઓએ ફરીયાદ નોંધાવેલ હોય તપાસ અધીકારી પીએસઆઇ એચ.આર.જાડેજા દ્રારા આ કેસમાં સંજય છગન ડાભી (36), પ્રવીણ કેશવજી ડાભી (45) અને રતિલાલ કેશવજી ડાભી (30) રહે.ત્રણેય ગોકુલનગર શનાળા મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.

આંદરણા મારામારીમાં છ ની ધરપકડ

મોરબીના હળવદ રોડ ઉપર આંદરણા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં અગાઉ થયેલી મારામારીનો રોષ રાખીને કરવામાં આવેલી વળતી મારામારીમાં ફરિયાદ નોંધાઈ હતી.તે બનાવમાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા વિનોદ ગોકળ પરમાર (૩૮), પંકજ ગોકળ પરમાર (૩૩), પ્રવીણ ભોજા પરમાર (૩૦), રાજેશ ગોકળ પરમાર (૩૦), દેવીલાલ નાથાલાલ પઢીયાર (૩૮) અને ગોકળ ખોડા પરમાર (૬૮) રહે.બધા આંદરણાવાની અટકાયતો કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે બનેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા મોહન હેમરાજભાઈ વર્મા (૩૦) અને પૂજાબેન મોહનભાઈ વર્મા (૨૪) ને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે તપાસ કરી હતી.






Latest News