માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બેફામ ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોત, બાળક સારવારમાં : ડમ્પર ચાલકને લોકોએ લમધાર્યો


SHARE













મોરબીના જાંબુડીયા પાસે બેફામ ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોત, બાળક સારવારમાં : ડમ્પર ચાલકને લોકોએ લમધાર્યો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે પાંચ સવારીમાં જતા બાઇકને બેફામ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે હડફેટએ લીધું હતું.જે બનાવમાં અથડામણ બાદ રોડ ઉપર પટકાયેલ મહિલાના માથા અને છાતીના ભાગેથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતા મહિલાનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.જ્યારે ચાર વર્ષના બાળકને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો છે.હાલ મૃતક મહિલાના પતિ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના ઝાલોન જિલ્લાના પર્વતપુર ગામના વતની અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ નજીકના ઓલ્વીન ટાઇલ્સ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પ્રિન્સ રાજાભૈયા ચૌહાણ ઠાકુર (30) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર વાહન નંબર જીજે 36 ટી 7044 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પત્ની ઇન્દુબેન પ્રિન્સભાઈ ચૌહાણ (ઉમર 29) તેમનો ચાર વર્ષનો પુત્ર પ્રહલાદ, પુત્રી પરી તથા ભાણેજને બાઈકમાં બેસાડીને મોરબીના જાંબુડીયા ગામના રસ્તા પાસેથી જતા હતા ત્યારે ત્યાં આવેલ શક્તિ એન્જિનિયરિંગના સામેના ભાગે ઉપરોક્ત નંબરના ડમ્પર ચાલકે તેમના બાઇકને સાઈડમાંથી હડફેટે લીધું હતું.જે અકસ્માત બનાવમાં તેમના પત્ની ઇન્દુબેન રોડ ઉપર નીચે પટકાયા હતા.તે સમયે ડમ્પરના પાછલા ટાયર તેમના પત્ની ઇન્દુબેનના માથા તથા છાતીના ભાગે ફરી વળતા તેણીનું માથું છુંદાઈ જવાથી અને છાતીના પાંસડા ભાંગી જવાથી તેણીનું મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પુત્ર રાજવીરને માથાના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડાયો હતો.હાલ બનાવની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની આગળની તપાસ તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક પ્રેમસિંગ ગંગારામ ભાભર (ઉમર 24) રહે.કલર ટાઇલ્સ સીરામીક પાસે સરતાનપર રોડ વાંકાનેર વાળાને રાહદારી લોકોએ પકડ્યો હતો અને તેને માર માર્યો હતો.જેથી અકસ્માત સર્જનાર પ્રેમસિંગ નામના ડ્રાઇવરને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલા ચાર ગોડાઉન પાસે રહેતા કાનાભાઈ રામજીભાઈ દેવીપુજક નામના 22 વર્ષના યુવાનને વીસી ફાટક પાસે મારામારીના બનાવમાં હાથના ભાગે ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે રહેતા જશુબેન ભગવાનજીભાઈ સોમાણી નામના 54 વર્ષીય મહિલા પુત્રની સાથે બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે ભડિયાદ રોડ ઉપર અચાનક ગાય આડી ઉતરતા તેઓનું વાહન સ્લીપ ખાઈ ગયું હતું.જે બનાવમાં જમણા હાથના ભાગે ઇજા પામેલ હાલતમાં જશુબેનને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો અનુરાગ વર્મા નામનો 25 વર્ષનો યુવાન મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ તિરૂપતિ સીરામીક પાસેથી બાઈક લઈને જતો હતો.તે સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઈજા પામતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.જેની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News