મોરબી એસટીને લગતા પ્રશ્નોના નિકાલ માટે વિભાગીય નિયામકને રજૂૂઆત
SHARE
મોરબી એસટીને લગતા પ્રશ્નોના નિકાલ માટે વિભાગીય નિયામકને રજૂૂઆત
મોરબી જીલ્લામાં એસટી વિભાગને લગતા કેટલાક પ્રશ્નો બાબતે અહીંના જાગૃત નાગરિક અને એસટી વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજકોટ વિભાગીય નિયામકને પત્ર લખીને મુસાફર જનતાના હિતમાં યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી-૨ સામાકાંઠે હાઉસીંગ બોર્ડ ખાતે બસ સ્ટોપ છે જયાં દરરોજ ૨૫૦૦ થી ત્રણ હજાર મુસાફરની અવરજવર છે.જોકે અહીંયા પુછપરછ વિભાગ પણ નથી.! ત્યા કંન્ટ્રોલ કેબીન મુકવામા આવે તો મુસાફર જનતાને બસ કયારે આવશે..? તેનો ખ્યાલ આવે હાલમાં રામ ભરોસે ચાલે છે. તેમજ વધુમાં જણાવવાનું કે હાલમાં મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે રીર્ઝવેશન સાંજના પાંચ વાગ્યા સુધી જ ચાલુ રહે છે અને ત્યાર બાદ બંધ કરવામાં આવે છે.જોકે ભુતકાળમાં રીઝર્વેશન બારી રાતના અગીયાર વાગ્યા સુધી ચાલુ રહેતી હતી.જે આજે ધણા સમયથી બંધ છે તે ચાલુ કરાવવુ જોઇએ.વધુમાં જણાવાયેલ છે કે અગાઉ જુના બસ સ્ટેન્ડ કન્ટ્રોલ પોઈન્ટ ખાતે રીર્ઝવેશનની કામગીરી ચાલુ હતી.જે આજે પણ ધણા સમયથી બંધ છે તે ચાલુ કરવુ જરૂરી છે.જેથી મુસાફર જનતાને નવા બસ સ્ટેન્ડ સુધી જવુ નહી પડે અને એસટી ની આવકમા પણ વધારો થશે.
તેમજ કચ્છથી આવતી જતી બસો પૈકી મોટા ભાગની બસો રાત્રી દરમ્યાન જુના બસ સ્ટેન્ડ આવતી જ નથી જે બાબતે ભુજ વિભાગીય નિયામકને પણ જાણ કરવી જોઇએ.જેથી રાત્રે મુસાફરને રીક્ષા ભાડા ખર્ચીને નવા બસ સ્ટેન્ડ જવુ નહી પડે. મોરબી માળીયા વાયા દેરાળા બસ અગાઉ હરીપર (સોલ્ટ) નાઈટ કરતી હતી.જે પણ ધણા સમયથી બંધ છે.જેથી હરીપર (સોલ્ટ) મીઠાના અગરીયાને ધણી જ તકલીફ પડે છે.ભુતકાળમાં સોલ્ટ કમીશનર જેઠવાના સમયે ચાલુ કરાવેલ તે પણ હાલમાં બંધ છે. જેથી મજુર વર્ગને મોરબી ખાતે દવાખાને અથવા કોઈ કામ અર્થે આવવુ હોય તો કોઈપણ સુવિધા નથી.જે તમામ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ પી.પી.જોષીએ કરેલ છે.તેમજ આ અંગે તેઓએ ગુજરાત એસટી નિગમના એમડી અને મોરબી ડેપો મેનેજરને પણ જાણ કરેલ છે.
ટંકારા ખાતે ૨૩ ઓગસ્ટના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૩-૦૮-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ–મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ–ટંકારા, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.