મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સમૂહગાન સ્પર્ધા


SHARE









ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સમૂહગાન સ્પર્ધા

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા મોરબીમાં અભિનવ સ્કૂલમાં તા.૧૮-૮ ને રવિવારે યોજાઇ હતી.જેમાં મોરબીની નવયુગ વિદ્યાલયની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી, જ્યારે બીજા નંબરે વિનય ઈન્ટરનેશનલ વિદ્યાલયની ટીમ અને તૃતીય નંબરે સાર્થક વિદ્યાલય વિજેતા થઈ હતી.

આ કાર્યક્રમમાં સંઘમાંથી મોરબી નગર કાર્યવાહ ડો.જયદીપભાઈ કંઝારિયા તથા લોરિશન સિરામિકવાળા ડો.ગિરીશભાઈ લોરિયા અને અભિનવ સ્કૂલવાળા મનોજભાઈ ઓગણજા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્કાર પ્રકલ્પના ક્ષેત્રીય સહસંયોજક રવિન્દ્રભાઈ ત્રિવેદી તથા સમૂહગાન સ્પર્ધાના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સહસંયોજક ધ્રુમિલભાઈ આડેસરા, ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારા, સચિવ હિંમતભાઈ મારવણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી,કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા, સહસંયોજક વિનુભાઇ મકવાણા, સહમંત્રી મનહરભાઈ કુંડારિયા,વિપુલભાઈ અમૃતિયા, કૌશિકભાઈ અઘારા, વિશાલભાઈ બરાસરા, પંકજભાઈ ફેફર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ છૈયાએ કર્યું હતું.વાંકાનેરના સંગીતજ્ઞ ડો.વિશ્વેશભાઈ પંડ્યા તથા મોરબીના ડો.પ્રેયસભાઈ પંડ્યાએ નિર્ણયાકની ઉત્તમ ભૂમિકા ભજવી હતી.આ કાર્યક્રમમાં ડો.ગિરીશભાઈ લોરીયાનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો.આ કાર્યક્રમ માટે અભિનવ સ્કૂલનો વિશાળ એસી હોલ વિનામૂલ્યે પ્રાપ્ત થયેલ હતો.તેવી યાદી ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મારવણિયાએ જણાવી છે.




Latest News