મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે


SHARE

















મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ કાલે સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલન યોજાશે જેમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો હાજર રહેશે

મોરબીના રવાપર ગામે સરદાર સમિતિ દ્વારા કાલે તા ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં જનચેતના સામેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર વલ્ભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિતે મોરબીમાં રવાપર ખાતે જનચેતના સંમેલન જે યોજવાનું છે તેમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, મહમદજાવિદ પીરજાદા, પ્રવીણભાઈ મૂછડિયા, ઋત્વિક મકવાણા, કિરીટભાઇ પટેલ, જીગ્નેશ મેવાણી તેમજ ચિરાગભાઈ કલારિયા સહિતના આગેવાન હાજર રહેવાન છે આ જનચેતના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડાસુબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારીનો કરવામાં આવી રહી છે




Latest News