મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા આંતરરાષ્ટિય લેવલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા યોજાય


SHARE









મોરબી લાયન્સ ક્લબ દ્વારા આંતરરાષ્ટિય લેવલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા યોજાય

મોરબીની પ્રતિષ્ઠિત, સામાજિક સંસ્થા અને સેવા પરમો ધર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી લાયન્સ ક્લબ ઓફ મોરબી – સિટી દ્વારા સમાજ ઉપયોગી વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવે છે અને બાળકોની પ્રતિભાની ખીલવણી અને સર્વગ્રાહી વિકાસ માટે  દર વર્ષની જેમ આ વર્ષે પીસ પોસ્ટર (ચિત્ર સ્પર્ધા) પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગિતાનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવે છે અને સ્પર્ધા સરસ્વતી શિશુ મંદિર, શનાળા,  ઉમાં વિધ્યા સંકુલ,વેજીટેબલ રોડ અને કિડઝી પ્રી સ્કૂલ,મોરબી -2 ખાતે રાખવામા આવી હતી  અને બાળકોએ બહોળી સંખ્યામાં તેમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ચિત્ર દોરવા માટે વિષય “WE ALL ARE CONNECTED ” “ આપણે બધા જોડાયેલ છીએ” આ સ્પર્ધામાં પ્રથમ દસ બાળકોનું નામ મલ્ટિપલ (ગુજરાત) લેવલે ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે મોકલવામાં આવશે અને ઇન્ટરનેશનલ લેવલ પર જે બાળકનું પીસ પોસ્ટર પસંદગી પામશે તેમને ૫૦૦૦ અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવશે અને ગ્રાન્ટ ઇવેન્ટમાં સહભાગી થવાનું આમંત્રણ મળશે આ તકે લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ ટી.સી.  ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,ખજાનચી  નાનજીભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચીખલીયા,પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ કાવર, વિપુલભાઈ કોટડીયા, પી. એ.કાલરીયા,  સરસ્વતી શિશુ મંદિર નાં મુખ્ય વ્યવસ્થાપક જ્યંતિભાઈ રાજકોટીયા, સુનિલભાઈ પરમાર, ઉમાં વિદ્યા સંકુલનાં અશ્વિનભાઇ પટેલ, દીપકભાઈ દેત્રોજા, કિડઝી પ્રી સ્કૂલના ટ્રસ્ટી બીનાબા રાઠોડ, આચાર્ય વૈશાલીબેન ત્રિવેદી, રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા અને ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા લાયન્સ ઇન્ટરનેશનલનું સર્ટીફીકેટ  લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી  દ્વારા આપવામાં આવ્યુ હતું




Latest News