મોરબીના પીપળી રોડે કારખાનામાં માથા ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું મોત
મોરબીના બેલા નજીક કારખાનામાં તરુણને કામે રાખનારા કારખાનેદાર સામે નોંધાયો ગુનો
SHARE









મોરબીના બેલા નજીક કારખાનામાં તરુણને કામે રાખનારા કારખાનેદાર સામે નોંધાયો ગુનો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે કારખાનામાં શ્રમ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કારખાનામાં તરુણ પાસે કામગીરી કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું જેથી જોખમી કામની યાદીમાં આવતા સીરામીકમાં તરુણને કામ ઉપર રાખવામા આવેલ હોવાથી હાલમાં શ્રમ અધિકારી દ્વારા કારખાના માલિકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે ફ્લેવર ગ્રેનાઈટો એલએલપીની અંદર મોરબીના શ્રમ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શ્રમ અધિકારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફ્લેવર ગ્રેનાઈટો એલએલપીના માલિક ધર્મેશભાઈ બાબુભાઈ રૂપાલા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીના કારખાનાની અંદર જોખમી વ્યવસાયની યાદીમાં આવતા સિરામિકના કારખાનામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તરુણને કામે રાખવામાં આવેલ હતા જેથી કરીને હાલમાં પોલીસે કારખાનાના માલિકની સામે બાળ અને તરૂણ કામદાર (પ્રતીબંધ અને નિયમન) ૧૯૮૬ સને ૨૦૧૬-માં સુધાર્યા અનુસાર એક્ટ કલમ ૩(એ) તથા ૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
