મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે કારખાનામાં માથા ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું મોત


SHARE













મોરબીના પીપળી રોડે કારખાનામાં માથા ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું મોત

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કારખાનામાં બાળક ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃત બાળકના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસે હાલમાં નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પીપળી રોડ પર આવેલ ઓસન ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં રહેતા અને કામ કરતાં ધર્મેશભાઈ તડવીનો બે વર્ષનો દીકરો સરત ત્યાં કારખાનાની અંદર રમતો હતો ત્યારે તેના માથા ઉપર બારી પડી હતી જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઈજા થવાના લીધે સરતનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃત બાળકના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News