વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ તાવો કરવાની ના પાડતા પરણીતાએ મોત મીઠું કર્યું


SHARE







મોરબીમાં પતિએ તાવો કરવાની ના પાડતા પરણીતાએ મોત મીઠું કર્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી ન્યુ રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વેમાં કામકાજ કરતા યુવાનની સાથે પત્નીની જેમ રહેતી મહિલાએ તેના કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક પરણીતાએ માતાજીના મંદિરએ તાવો કરવા માટે કહ્યું હતું.જોકે હાલ વરસાદી માહોલ હોય તેના પતિએ હાલમાં તાવો કરવાની ના પાડતા પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથક ખાતે હાલમાં શ્રીકૃષ્ણકુમાર અજાબરામ ધુલે બાવાજી (32) મૂળ રહે. અમરાવતી મહારાષ્ટ્ર હાલ રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી વાળાએ જાહેર કર્યું હતું કે, તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતી ભાવિકાબેન અમૃતભાઈ મૂળજીભાઈ ખરાડી (26) હાલ રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી મૂળ રહે. ભિલોડા જીલ્લો સાબરકાંઠાએ તેઓના ક્વાટરમાં ગળેફાંસો ખાઈ લીધો છે અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલએ લાવવામાં આવેલ છે.બનાવની જાણ થતાં એ ડીવીજન પોલીસ મથકના પી.એસ.આઇ. કરકર તથા સ્ટાફના ધ્રુવરાજસિંહ તપાસ માટે પહોંચ્યા હતા અને તેમાં સામે આવ્યું હતું કે, મૃતક ભાવિકાબેન ખરાડી છેલ્લા કેટલાક વર્ષોથી મૈત્રી કરાર સાથે શ્રીકૃષ્ણકુમાર ધૂલેની સાથે રહેતા હતા અને મૃતકે નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાના મંદિરે તાવો કરવા માટે કહ્યું હતું અને મૃતક ભાવિકાબેનએ તેમના પિયરના લોકોને પણ બોલાવી લીધા હતા.જેઓ અમદાવાદથી મોરબી આવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં શ્રીકૃષ્ણકુમાર ધુલે જણાવ્યું હતું કે હાલ વરસાદનો સમય છે તાવો પછી કરીશું. જોકે ભાવિકાબેનના સગા મોરબી આવવા માટે નીકળી ગયા હોય આ બાબતનું તેણીને મનમાં લાગી ગયું હતું.જેથી મૃતક ભાવિકાબેનએ તેમના ક્વાર્ટરમાં અંતિમ પગલું ભરી લીધું હતું.




Latest News