માળીયા(મી) મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કલાઉત્સવની ઉજવણી કરાઇ
મોરબી શહેર યુવા ભાજપ દ્વારા દેશમાં કોરોનાના ૧૦૦ કરોડ ડોઝ પુરા થતાં અનોખી રીતે ઉજવણી કરાઇ
SHARE









મોરબી શહેર યુવા ભાજપ દ્વારા દેશમાં કોરોનાના ૧૦૦ કરોડ ડોઝ પુરા થતાં અનોખી રીતે ઉજવણી કરાઇ
દેશમાં કોરોના રસીકરણના ૧૦૦ કરોડ ડોઝ પુરા થતા મોરબી શહેર યુવા ભાજપ દ્વારા માનવ નિર્મિત સુંદર પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. અને મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, મહામંત્રી રીસીપીભાઈ કૈલા તેમજ ભાવેશભાઈ કંજારિયાના માર્ગદર્શન હેઠળ આ સુંદર પ્રતિકૃતિ રજૂ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ નવયુગ વિદ્યાસંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ, મોરબી નગરપાલિકા ચેરમેન માવજીભાઈ કણઝારીયા, મોરબી શહેર યુવા મોરચાના પુર્વ પ્રમુખ શિવમભાઈ વિરમગામા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખ કેયુરભાઈ પંડ્યા, અરુણભાઈ રામાવત, જયેશભાઇ ડાભી, મંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ ધવલભાઈ ત્રિવેદી, શિવરાજસિંહ જાડેજા અને રોહિતભાઈ સોનાગ્રા વિગેરે હાજર રહ્યા હતા.
