ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી) મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કલાઉત્સવની ઉજવણી કરાઇ


SHARE

















માળીયા(મી) મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કલાઉત્સવની ઉજવણી કરાઇ

 માળીયામાં આવેલ શ્રી રામબાઈમાં શાળા વિકાસ સંકુલ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત SVS કક્ષાના 'કલાઉત્સવની ઉજવણી મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કરવામાં આવી હતી. જેમાં માળિયા તાલુકાની બે QDC ના મળી કુલ ૧૪ વિદ્યાર્થીઓએ ચિત્રકામકાવ્યગાનવકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન માળીયા તાલુકાના રામબાઈમાં એસ.વી.એસ કન્વીનર એસ.કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમની તમામ વ્યવસ્થા ભરતભાઈ વિડજા (આચાર્ય મોડેલ સ્કૂલ મોટીબરાર) દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિડજાભાઇ અને મોડેલ સ્કૂલના તમામ સ્ટાફે પૂરેપૂરો સહયોગ આપેલ હતો. અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-મોરબી વતી લાયઝન ઓફિસર શૈલેષભાઈ મેરજા કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમે આવેલા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News