માળિયા(મી) નજીકથી ચરસ સાથે અગાઉ પકડાયેલા ૩ આરોપી જેલ હવાલે: વધુ બે આરોપી રિમાન્ડ ઉપર
મોરબીના શિશુમંદિરમાં મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજની હારજીમાં વિમોચન કરાયુ
SHARE









મોરબીના શિશુમંદિરમાં મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજની હારજીમાં વિમોચન કરાયુ
મોરબીના શકત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતું અને મુદ્રાઓનું પોતાનું એક વિજ્ઞાન છે. આવી વિવિધ મુદ્રાઓનું વિજ્ઞાન સમજાવવા, ગાગરમાં સાગરને સમાવવાની કોશિશ કે. રંગરાજ અયંગાર દ્વારા થઈ છે. જેનો માતૃભાષામાં અનુવાદ અનિલભાઈ રાવલ (પ્રધાનાચાર્ય, કર્ણાવતી) દ્વારા કરવામાં આવેલ છે આ પુસ્તકનું મોરબીમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ભાણદેવજી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા, માજી પ્રમુખ કે.જી. કુંડારિયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મુખ્ય વકતા તરીકે નિતિનભાઇ પેથાણી હાજર રહ્યા હતા અને માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ બાબુભાઈ બેચરભાઈ અઘારા, મંત્રી જયંતિભાઇ પોપટભાઈ રાજકોટીયા તથા નિયામક સુનીલભાઇ રતીલાલ પરમાર સહિતનાએ આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી
