મોરબીના શિશુમંદિરમાં મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજની હારજીમાં વિમોચન કરાયુ
મોરબીમાં તપોવન વિદ્યાલય ખાતે SVS મોરબી તાલુકા કક્ષાનો કલાઉત્સવ ઉજવાયો
SHARE









મોરબીમાં તપોવન વિદ્યાલય ખાતે SVS મોરબી તાલુકા કક્ષાનો કલાઉત્સવ ઉજવાયો
સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા, કાવ્યગાન, નિબંધ અને વકતૃત્વને આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે કલાઉત્સવમાં શાળા કક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબીના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવીકે “ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ” વિશે ની ચિત્રસ્પર્ધા , "ઝવેરચંદ્ર મેધાણી રચિત" શૌર્ય ગીતોનું કાવ્યગાનની સ્પર્ધા, “ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓ ” વિષય પર નિબંધલેખન સ્પર્ધા અને સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે જે અનુસંધાને તપોવન વિદ્યાલય ખાતે SVS મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાથી કુલ ૭૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો . દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ , દ્વિતીય , અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે ૫૦૦, ૩૦૦ અને ૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કલાઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી લાયઝન ઓફિસર તરીકે ધર્મીષ્ઠાબેન કડીવાર, તપોવન વિદ્યાલયના ચેરમેન અશોકભાઈ રંગપરીયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું એંકરિંગ નિર્મલ વિદ્યાલયના સંચાલક રમણીકભાઈ બરાસરાએ કર્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું
