રાષ્ટ્રીય ગ્રુપ મંથન દ્વારા મોરબીના શિક્ષકને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત
મોરબી એબીવીપી દ્વારા સેવા બસ્તી વિસ્તારમાં રહેતા બાળકો સાથે દિવાળી ઉજવશે
SHARE









મોરબી એબીવીપી દ્વારા સેવા બસ્તી વિસ્તારમાં રહેતા બાળકો સાથે દિવાળી ઉજવશે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ૯ જુલાઇ ૧૯૪૯ થી વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરતું આવ્યું છે. આજ રીતે એબીવીપીના આયામ એસએફએસ (સ્ટુડન્ટ ફોર સેવા) અંતર્ગત દિવાળીની કંઇક અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને આ દિવાળી પર કંઇક અલગ કરીએ. એક દીપ ત્યાં પણ પ્રગટાવીએ જયાં આજે પણ અંધારું છે.
મોરબી જિલ્લાની આસપાસ ના વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે અભાવિપ દિવાળી મનાવવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ કોઈ પણ પ્રકારનું આર્થિક, નોટબુક-પેન, મીઠાઈ, કપડાં, ફટાકડાનું યોગદાન આપીએ અને તેમની દિવાળી પણ રંગબેરંગી બનાવીએ. અને આ સેવા કામમાં જે કોઈ યોગદાન આપવા ઇચ્છતા હોય તેઓએ વિનેશભાઈ રાઠોડ 9409670549, શિવાંગભાઈ નાનક 9925565508 અને કર્મદિપસિંહ ઝાલા 9662389123 નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
