મોરબીના નવા સાદુળકા ગામે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા સારવારમાં રહેલ યુવાનનું મોત
SHARE
મોરબીના નવા સાદુળકા ગામે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા સારવારમાં રહેલ યુવાનનું મોત
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નવા સાદુળકા ગામે હાઇવે ઉપર રામદેવ હોટલની કટ પાસે ડબલ સવારી બાઇકને થોડા દિવસ પહેલા કાર ચાલકે હડફેટ લીધું હતું.જે અકસ્માત બનાવમાં સારવારમાં રહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેથી હાલ આ બાબતે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત બનાવની ફરિયાદ નોંધીને કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરાય છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નવા સાદુળકા ગામે રામદેવ હોટલની સામે આવેલ હાઇવેની કટ પાસે ગત તા.૨૪-૮ ના રોજ અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટએ લેતા બાઈકમાં સવાર બે લોકોને ઈજા થઈ હતી.જે પૈકીના એકનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.હાલમાં આ અકસ્માત બાબતે કમલભાઈ રામાભાઇ બુંદેલા જાતે ભીલાલા આદિવાસી (૪૦) ધંધો મજૂરી કામ હાલ રહે. લક્ષ્મીનગર ગામ મનસુખભાઈ વશરામભાઈ પાંચોટિયાની વાડીમાં તાલુકો જીલ્લો મોરબી મુળ રહે. મધ્યપ્રદેશ વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સફેદ કલરની ફોર વ્હીલ કાર નંબર જીજે ૩૬ એફ ૪૭૦૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તા.૨૪-૮ ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેઓ તથા તેની સાથે રહેલ શેરૂભાઈ બંને ડબલ સવારીમાં બાઈકમાં જતા હતા.ત્યારે માળિયા હાઇવે ઉપર નવા સાદુળકા ગામે રામદેવ હોટલ પાસેની કટ નજીક તેઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઉપરોક્ત નંબરની કારના ચાલકે તેમના બાઈકને હડફેટે લીધું હતું.જે બનાવમાં તેમને પોતાને ડાબા પગના ભાગે ફેક્ચર જેવી અને શરીરે છોલછાલ જેવી ઇજાઓ પહોંચી હતી.તેમજ તેઓની સાથે રહેલા શેરૂભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને શરીરે છોલછાલ જેવી ઇજાઓ થઈ હતી અને તેઓને સારવારમાં ખસેડાયા હતા.જોકે સારવાર દરમિયાન ગઈકાલ તા.૩-૯ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા શેરૂભાઈનું મોત નિપજેલ છે.હાલ કમલભાઈ આદિવાસી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત નંબરની કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડાંગર દ્વારા ગુનો નોંધીને કાર ચાલકને પકડી પડવા આગળવની તજવીજ શરૂ કરાઇ છે.