મોરબીના નવા સાદુળકા ગામે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા સારવારમાં રહેલ યુવાનનું મોત
મોરબીના નવલખી રોડે લાઇન્સનગરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઇ
SHARE
મોરબીના નવલખી રોડે લાઇન્સનગરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઇ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગરમાં એ ડીવીઝન પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ મહિલા જાહેરમાં જુગાર રમતા મળી આવી હતી જેથી 2460ની રોકડ સાથે તેની ધરપકડ કરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગરમાં જુગારની રેડ કરી હતી.ત્યારે જાહેરમાં સ્થળ ઉપર જુગાર રમતી પાંચ મહિલા મળી આવી હતી જેમાં રેખાબેન ગુણવંતભાઇ પીઠવા (ઉ.વ.65), પુજાબેન મુકેશભાઇ પીઠવા (ઉ.વ.32), પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઇ વાઘેલા (ઉ.વ.33), રેખાબેન ભાવેશભાઇ પોપટ (ઉ.વ.34) અને ધર્મિષ્ઠાબેન વિજયભાઇ ઓરીયા (ઉ.વ.32) રહે. બધા મોરબીવાળા જુગાર રમતા મળી આવ્યા છે અને 2460 રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાયેલ છે.