મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ
SHARE









મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ
ભાજપની સદસ્યતા અભિયાનનો દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ભાજપની સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવીને મોરબી જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જિલ્લાના સરપંચથી લઈને સાંસદ સુધીના ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપની સદસ્યતા મેળવી સંગઠનને વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી
