મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં જનસુવિધા કેન્દ્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સામૂહિક  તેમજ વ્યવસાયલક્ષી કામો થઇ રહ્યા છે. જેના અનુસંધાને આજે વ્યક્તિલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમો થઇ રહ્યા છે. મોરબીમાં નગરપાલિકામાં વિકાસલક્ષી કામો માટે ૫૦ કરોડથી વધારેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમજ સાંઇબાગમાં પણ ૬૦ લાખ રૂપિયાના ખર્ચે નમૂનાદાર સંકુલ બનશે. લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે. તેમજ ક્લીનીકનો સમય પણ સાંજના ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ કલાક રાખવામાં આવશે જેથી લોકોને રોજગારીનો પ્રશ્ન ન રહે.

પ્રાસંગિક પ્રવચનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં ઘણા બધા કામો થઇ રહ્યા છે અને મચ્છુ રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી પછી મોરબી અને માળીયાને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે આ વિસ્તારના કામોમાં ખૂબ જ ગતિ મળી રહી છે. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ રીબીન કાપીને જનસુવિધા કેન્દ્ર અને દીનદયાળ ક્લીનીકનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઇ હુંબલ, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના કાઉન્સીલરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News