મોંઘવારીને સહન કરતાં લોકોને જાગૃત કરવા એક વર્ષમાં ૨૫૦ થી વધુ જનચેતના સંમેલન યોજાશે: હાર્દિક પટેલ
મોરબીમાં દિવાળી પર્વે જુના કપડા-ચીજવસ્તુઓ એકત્ર કરીને ગરીબો સુધી પહોચાડશે
SHARE









મોરબીમાં દિવાળી પર્વે જુના કપડા-ચીજવસ્તુઓ એકત્ર કરીને ગરીબો સુધી પહોચાડશે
દિવાળીના તહેવારમાં સાધન સંપન્ન પરિવારો તહેવારોની ધામધુમથી ઉજવણી કરે છે ત્યારે ગરીબ પરિવારો પાસે નવા કપડા હોતા નથી ત્યારે મોરબીમાં સંસ્થાઓએ લોકો પાસેથી જુના કપડા સહિતની ચીજવસ્તુઓ એકત્ર કરી ગરીબો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે
રોટરી ક્લબ મોરબી અને ઇન્ટરેકટ ક્લબ મોરબી દ્વારા જુના કપડા એકત્ર કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અભિયાન તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ નીલકંઠ વિધાલય પાસે રવાપર રોડ મોરબી ખાતે સવારે ૧૦ થી બપોરે ૧ અને સાંજે ૪ થી ૮ સુધી જુના કપડા સ્વીકારશે અને આ જુના કપડા એકત્ર કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે આમ ગરીબોના ઘરે પણ દિવાળી ઉપર ખુશી લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે
