મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોંઘવારીને સહન કરતાં લોકોને જાગૃત કરવા એક વર્ષમાં ૨૫૦ થી વધુ જનચેતના સંમેલન યોજાશે: હાર્દિક પટેલ


SHARE

















મોંઘવારીને સહન કરતાં લોકોને જાગૃત કરવા એક વર્ષમાં ૨૫૦ થી વધુ જનચેતના સંમેલન યોજાશે: હાર્દિક પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં આજે મોરબીના રવાપર ગામે જનચેતના સંમેલન યોજાયું હતું જેમાં દેશની અંદર વધતી મોંઘવારી, મોંઘું શિક્ષણ સહિતના મુદ્દાઓને લઈને તેને કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી અને હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેને લઈને લોકોમાં જાગૃતિ આવે તેના માટે જનચેતના સંમેલન શરૂ કરવામાં આવેલ છે અને આગામી એક વર્ષમાં રાજયમાં ૨૫૦ જેટલા જનચેતના સંમેલન કરવામાં આવશે તેવો હુંકાર કર્યો હતો

સરદાર પટેલ ની જન્મ જયંતી નિમિત્તે સરદાર સમિતિ દ્વારા આજે મોરબી તાલુકાના રવાપર ગામે સરદાર સમિતિ દ્વારા જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઇ પટેલ, લલીતભાઈ કગથરા પ્રવિણભાઈ, કિરીટભાઈ પટેલ, ચિરાગભાઈ કાલારીયા, જીગ્નેશભાઈ મેવાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ અને આગેવાનો હાજર રહ્યા હતા અને વર્તમાન સમયની અંદર જે રીતે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, શિક્ષણ મોંઘું થયું છે અને લોકો પિસાઈ રહ્યા છે અને તેમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જે આસમાને પહોંચ્યા છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડેહાથ લેવામાં આવી હતી અને જે રીતે અસહ્ય મોંઘવારી વધી રહી છે તેને લઈને લોકો જાગૃત થાય અને પોતાનો હક્ક માંગે તેના માટે થઈને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું

ત્યારબાદ જનચેતના સમેલનમાં લોકોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોને તેનો હક મળે, યુવાનોને તેનો હક મળે તેના માટે થઈને તેઓએ જે સંઘર્ષ યાત્રા શરૂ કરી છે તે હજુ પણ યથાવત છે અને આગામી સમયમાં પણ યથાવત્ રહેશે જો કે છેલ્લા વર્ષની અંદર આંદોલનના કારણે લાખોની સંખ્યામાં યુવાનો ઘણા ફાયદ થાય છે તે લોકો ભૂલી શકે તેમ નથી અને આજની તારીખમાં જો વાત કરીએ તો ગુજરાતની નહીં પરંતુ દેશની અંદર પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને મોરબીની જ વાત કરીએ તો સિરામિકમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે આ તમામ બાબતોને સહન કરવાના બદલે લોકો પોતાનો હક્ક માંગે તેના માટે તેને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન શરૂ કરવામાં આવ્યા છે જેની શરૂઆત મોરબીથી કરવામાં આવે છે

વધુમાં તેઓએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં એક વર્ષની અંદર સમગ્ર ગુજરાતમાં ૨૫૦ કરતાં વધુ જનચેતના સંમેલન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે તેવો પણ હુંકાર કર્યો હતો  જનચેતના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડાસુબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News